એક નાનકડાં શહેરના કાંઠે હતું એક નાનકડું કાચી માટીનું ઘર.
એ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.
એમની અનોખી વાર્તાઓ.
જેને જોઇને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.
આ નાનકડાં શહેરમાં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.
એક ભાગતું ભટકતું ભૂંડ.
એક સળગતી મશાલ.
એક શેતાનોનું ટોળું.
એક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે
માનવજાતના દરિયામાં જનમ્યું
સત્ય-અસત્યનું મહાન દ્વંદ્વ.
પેદા થઇ એક બાળક જીવનચાલીસા.
પ્રસ્તુત છે –
આપણા આત્મા અંદર સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો, અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમતેજ તરફ લઇ જાય છે. ધરતીના પટ્ટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રગરગમાં લોહીને થીજવી દે છે અને બીજી ક્ષણે ચૈતન્યની છોળો ઉડાડી દે છે.
વિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સર્જાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.
– પ્રકાશક
***
Really yar jitesh ji tamari varta,navalkatha boss gajab em, kaheva mate mara pase shabdo nathi, ghani badhi books me read kari chhe best seller and english and biji languages ma but saheb tame to dhoom machavi didhi vishvmanav ma
I hope ke tamare aa book english ma translate karavavi joie to western writer ne khabar pade , ke amreli ma pan ek jordar lekhak no janam thayo chhe
Thanks a lot dear
Hi
jitesh any pdf foment available because i live outside india
really its very amazing and enthusistic to read and our society need this ype off novelist.
હજુ થોડીક ક્ષણો પહેલા જ નોર્થપોલ વાંચીને મૂકી છે પરંતુ તેના વિચારો હજુ યથાવત છે. ગોપલાનું પાત્રાલેખન અદ્દભુત અને જબરદસ્ત જીંદાદિલ. જીવવા માટેની જીજીવિષા અને પોતાના જીવવને ખોળતી આ નવલકથા વાચતા સતત ને સતત પછીની ક્ષણે ક્ષણે જીવાતી એ પલને માણવાની ખૂબ ખૂબ મજા આવી. ઘણા દિવસો પછી એક એવી નવલકથા વાંચી છે, જેના પડઘા ઘણા લાંબા સમય સુધી સંભળાયા કરશે એવું લાગે છે. મને પણ મારા જીવનનો માર્ગ મળશે એવી પૂર્વધારણા બંધીને આ નવલકથા વાંચવાની શરૂઆત કરી હતી અને બે જ બેઠકમાં સતત 7 કલાકના વાચન બાદ પૂર્ણ કરી ત્યારે મનમાં થયું કે આ પુસ્તકનો અનુભવ લખવામાં મોડું કરવા જેવું નથી. ગોપાલના સ્વરૂપે પોતાની જાતને જોવાથી આજ મને લાગે છે કે હું શિક્ષક તરીકે જ્યારે ભણાવતો હોવ ત્યારે મને ખુબ જ આનંદ આવે છે અને એ વખતે સમય ક્યાં વિતી જાય એની ખબર નથી હોતી. આવી ઘણી વાર બનતી ઘટનાઓનો અનુભવ મારા સાથી શિક્ષક મિત્રોને પણ થયો છે. એટલે આજે એ પણ નક્કી થયું કે મારા માટે શિક્ષક તરીકેનું જ કાર્ય મારું જીવન છે અને એમાં જ મારો સાચો આનંદ છે. આ કોઈ પણ અતિશયોક્તિ વિના લખી રહ્યો છું. જીતેશભાઈ ધ રામબાઈ ગયા વર્ષે લોકડાઉનમાં વાંચી હતી ત્યારે જેટલી મજા આવી એટલો જ આનંદ આજે થઈ રહ્યો છે. ફરીવાર ખૂબ ખૂબ ખૂબ મજા. ખૂબ જ ઉત્તમ સર્જન અને ઉત્કૃષ્ટ પ્રેરક નવલકથા લખવા માટે અભિનંદન. મનુભાઈ પંચોળી જેવા સમર્થ સર્જકો બાદ પણ હજુ ગુજરાતમાં એમની આભા ઉપજાવે એવા સર્જકો અને લેખકો છે એનો એક વાચક તરીકે ખૂબ ખૂબ આનંદ છે. જય જય ગરવી ગુજરાત. (તા.ક-જીતેશભાઈ આ બન્ને નવલકથાઓ ધ રામબાઇ અને નોર્થપોલ pdf કોપીમાં વાંચી છે પરંતુ ટૂંક સમયમાં એ ઓરીજીનલ પુસ્તક સ્વરૂપે મારી પોતાની લાઈબ્રેરીમાં આવશે આ વર્ષમાં)…જય જય ગરવી ગુજરાત..