એક નાનકડાં શહેરના કાંઠે હતું એક નાનકડું કાચી માટીનું ઘર.
એ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.
એમની અનોખી વાર્તાઓ.
જેને જોઇને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.
આ નાનકડાં શહેરમાં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.
એક ભાગતું ભટકતું ભૂંડ.
એક સળગતી મશાલ.
એક શેતાનોનું ટોળું.
એક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે
માનવજાતના દરિયામાં જનમ્યું
સત્ય-અસત્યનું મહાન દ્વંદ્વ.
પેદા થઇ એક બાળક જીવનચાલીસા.
પ્રસ્તુત છે –
આપણા આત્મા અંદર સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો, અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમતેજ તરફ લઇ જાય છે. ધરતીના પટ્ટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રગરગમાં લોહીને થીજવી દે છે અને બીજી ક્ષણે ચૈતન્યની છોળો ઉડાડી દે છે.
વિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સર્જાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.
– પ્રકાશક
***
Leave a Reply