ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.
એને ગમતું કામ ખબર નથી.
જે કામ કરે છે એ ગમતું નથી!
એને જીવવું કેમ એ ખબર નથી.
જે જીવે છે એ ગમતું નથી!
પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો!
યાંત્રિક જિંદગીથી દૂર.
સમાજથી દૂર.
માબાપથી દૂર.
પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા – નોર્થપોલ.