હું વિશ્વમાનવ, નોર્થપોલ અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું.
મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને સાથે માખણ પણ ગમે. હું પુસ્તકોનો અઠંગ વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ, છતાં ફેમિલીમેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને એસ્ટ્રોનોમી, ફ્યુચર ફિક્શન, ફેન્ટસી ફિક્શન વગેરે વિષયો પણ અતિશય પ્રિય. માનવજીવનની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં.
મને સપનાઓ જોવા અને કહેવા ખુબ ગમે. મારું એક સપનું છે કે હું ક્યારેક મંગળ ગ્રહ પર જઈશ! લગભગ વર્ષ 2035-2040ની આસપાસ. બીજું સપનું એ કે મારે મારા જીવન દરમિયાન સાત-આઠ નવલકથાઓ લખવી જે ખરેખર વાંચવાલાયક હોય! ક્યારેક કોઈ ફિલ્મમાં નાનકડી એક્ટિંગ પણ કરવી છે. ફિલ્મ લખવી છે. એકવાર આખી દુનિયા એકલાં રખડવા જવી છે, અને જ્યાં જાઉં ત્યાની વાર્તાઓ શોધીને બધાને કહેવી છે.
બસ…ઊંડું-મજાનું-મીઠું-ગમતું જીવતાં-જીવતાં અન્ય માનવીઓ માટે પણ હું જીવી જાણું તો ઘણું!
***
મારા સંપર્ક માટે:
મેઈલ : [email protected]
બ્લોગ : https://jkdonga.wordpress.com
સોશિયલ મીડિયા : Facebook, Twitter, and YouTube
Goodreads profile: Click here