“ભાવવિશ્વને ઘમરોળી નાખનાર, આત્માને છંછેડી નાખનાર, અને દરેક પાને એક નવું ચિત્ર ભાવકની સામે ઊભું કરનાર આ કલમને મારા નતમસ્તક વંદન.”
Safin Hasan
IPS Officer
“મોર્ડન માણસના હાથમાંથી મોબાઈલ છોડાવીને અમુક કલાક સુધી પાત્રોના જાદુઈ વિશ્વમાં લઇ જાય, અને વાંચનારના ભાવવિશ્વને બદલાવી નાખે, અને માણસ તરીકે ફેરવી દે એવી તાકાત જીતેશ દોંગાની નવલકથાઓમાં છે!”
Vaibhav Amin
Reader
“દરેક ગુજરાતીએ જીવનમાં એકવાર અચૂક વાંચવા અને વસાવવા પાત્ર નવલકથાઓ.”
RJ Devaki
Music Artist
ધ રામબાઈ
જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે.
નોર્થપોલ
ગોપાલ પટેલ. એક સીધોસાદો, ભોળો, ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલો એન્જીનિયર યુવાન. તેને પોતાનું ગમતું કામ ખબર નથી, અને જે કામ કરે છે એ ગમતું નથી. તેની અંદર માત્ર સ્પાર્ક નથી, આગ છે આગ! એક અતિ-સામાન્ય એન્જીનીયર યુવાન જ્યારે દુનિયા સામે જંગ છેડે ત્યારે? જ્યારે તેને દરેક વસ્તુ-વ્યક્તિ સાથે નફરત થાય ત્યારે? તે શું કરશે એ આ વાર્તા વાચીને જ ખબર પડશે.
વિશ્વમાનવ
ચાર સત્ય ઘટનાઓથી પ્રેરિત, આ નવલકથાની રૂમી નામના એક બાળકની સફર છે. નવલકથાનું સૌથી શ્રેષ્ઠ પાસું છે એમનું વર્ણન, વાર્તા, અને સત્ય! આ એક એવા ગાંડા બાળકની વાર્તા છે જેનું મગજ શૂન્ય છે. જે બાળક કચરામાં પડ્યું-પડ્યું પ્લાસ્ટિક ખાતું હોય અને એ જો પોતાના આત્મ-અવાજને સાંભળીને એક દિવસ દુનિયાનું સૌથી મહાન બાળક બને એ વાંચકોના હૃદયને દ્રવી ઉઠાડે છે.
“ધ રામબાઈ” થી શરુ કરો!
જીતેશની નવલકથાઓ એકવાર ચાલું થયા પછી પુરી જ કરવી પડે એવાં અદ્ભૂત વાર્તાતત્વ – ઊંડા ભાવજગત – વેધક સત્યોથી ભરપુર છે. તમે ‘ધ રામબાઈ’ થી શરુ કરી શકો: