North-Pole

Download NorthPole here:


Read Northpole in PDF format in Mobile/Desktop

Page Title 2

Read Northpole on Pratilipi Web/Application      

Page Title 3

Read Northpole on Dailyhunt Application        

Page Title 4

Read Northpole on MatruBharti Application     


Pay if you loved the book

Pay with Paytm number

Pay with Debit/credit card

Transfer in Bank

Money order to Jitesh


About NORTH POLE Novel

ગોપાલ.
એક સામાન્ય ખેડૂત પરિવારમાં મોટો થયેલો એક એન્જિનિયરિંગમાં ભણતો યુવાન.
તેને પોતાનું ગમતું કામ ખબર નથી, અને જે કઈ પણ કરે છે એ ગમતું નથી! તેને કશુંક બનવું છે. શું? ખબર નથી. દિલમાં એક આગ છે. પણ જીવનમાં કોઈ દિશા નથી.
એક યુવાન જેને ‘મારું ગમતું કામ શું છે?’ એ સવાલ પાછળ એવી તે ધૂન ચડે છે કે જે થાય છે એ છે આ નવલકથા.
આ વાર્તા ગોપાલની દસ વર્ષની સફર છે.
દરેક સામાન્ય માણસની આત્મખોજની આ વાર્તા છે. તમારી સ્મૃતિમાં આ પુસ્તક જીવનભર ટકી રહેનારો જખમ પેદા કરી દેશે અથવા જીવનભર તમે પેદા કરેલા દરેક જખમને ભરી દેશે. રૂઝાવી દેશે.

એક સપનું… આપણું સપનું

એક સપનું.
નાની ઉંમરે મારી અંદર જ્યારે એક લેખકનો જન્મ થયો ત્યારે એક વિકરાળ સપનું પણ જન્મ્યું હતું. એ સપનું હતું કે મારી ગુજરાતી ભાષામાં મને લાખો લોકો વાંચે.

મારું પણ એક સપનું હતું કે વિશ્વ આખાના કેટલાયે લેખકોની જેમ મારા પુસ્તકની પહેલી એડિશનની લાખો નકલ છપાય. સપનું હતું કે રાતો જાગીને હું મારા વાચકોને મારું પુસ્તક સહી કરી આપું. એક અધૂરી રહી ગયેલી ઈચ્છા હતી કે મારી લખેલી વાર્તાને આખું ગુજરાત વાંચતું હોય, પ્રેમ કરતું હોય, એના વિશે વાતો કરતું હોય કે ધિક્કારતું હોય.

પણ કઈ રીતે? ગુજરાતી પબ્લિકેશન કંપનીઓ એક હજાર નવલકથા પ્રિન્ટ કરવાની પણ હિંમત નથી કરતી. શું કરું? ચૂપ રહું? અને આ રીતે જ સપનાંઓને મારતો રહું? એક દિવસ બે-પાંચ હજાર પુસ્તકરૂપે વેચાઈને ખુશ થતો લેખક બનીને મરી જાઉં? યુવાનીમાં સપનાંઓ જોઈને ગુનો કર્યો છે મેં?

સપનાંઓ ગુનો નથી. છેલ્લા શ્વાસ સુધી જોવાં છે અને સાકાર કરવાં છે. મારા વ્હાલા દિલોજાન વાચકો… આજે આ લેખક પોતાના સપનામાં મદદ કરવા તમને વિનંતી કરે છે. હું આજે તમને આ બીજી નવલકથા મફતમાં આપું છું. તમે તેને આ સાઈટ પરથી ફ્રી ડાઉનલોડ કરી શકશો. તમે આ ઇ-બુકને મોબાઈલ કે કોમ્પ્યુટરમાં વાંચો.

જો મારી વાર્તામાં તાકાત લાગે, જો તમને લાગે કે આ નવલકથા વાંચીને તમારા જીવનમાં કે વિચારોમાં કશો બદલાવ આવ્યો, જો તમને લાગે કે લેખકે આ પુસ્તક પાછળ મહેનત કરી છે, અને જો તમારો આત્મા કહે કે લેખકને કશુંક આપવું જોઈએ ‘તો અને તો જ’ તમે મને રૂપિયા આપજો

મેં તમને આ ઇ-બુક આપીને મારું સપનું જીવાડ્યું છે. તમે મને રૂપિયા નહીં આપો તો ચાલશે. પરંતુ મારા સપનાના ભાગીદાર બનજો. આ પુસ્તકને લાખો ગુજરાતીઓ સુધી પહોંચાડવામાં મારી મદદ કરજો. આ પુસ્તકને તમારા કુટુંબ, ગ્રુપ, દોસ્તો કે કંપનીમાં વાંચનારા માણસો સાથે શેર કરજો. મને આમાં પ્રસિદ્ધિની કે રૂપિયાની ભૂખ નથી, પરંતુ બે-ત્રણ લાખ વાચકો સુધી પહોંચવાનું સપનું છે. એક અદમ્ય ઇચ્છા છે કે આ વાર્તા લાખોને સ્પર્શે. આ ચળવળ માટે લેખકને ગૌણ બનાવી દેજો, સર્જનને જ માણસો સુધી પહોંચાડવામાં મદદ કરજો.

આ સાઇટ પર પુસ્તકને વાંચવાના વિવિધ વિકલ્પો હાજર છે. વાંચ્યા પછી મને રૂપિયા આપવાની ઈચ્છા થાય તો પેમેન્ટ માટે પણ ઘણા વિકલ્પો આપ્યા છે. જો પુસ્તક ગમે તો લોકો સમક્ષ પુસ્તકનો રિવ્યુ લખજો. હજાર માણસને કહેજો. ન ગમે તો લાખને કહેજો, પણ પ્લીઝ કહેજો. આ ચળવળ સફળ થશે તો મારા જેવા ગુજરાતી ભાષાના કેટલાય યુવાન લેખકો માટે માઈલસ્ટોન બની રહેશે. જો નિષ્ફળ જશે… તો આ લેખક સપનાંઓ જોવાનું કે આવી વાતો લખવાનું બંધ કરી દેશે.

તમારા બુલંદ અવાજની રાહમાં બેઠેલો… આપનો… જિતેશ દોંગા

Share Book on social media
Translate »